આષાઢી ગ઼ીત

મન તૂં મૉભતજો મેડ઼ો ભનાય,

મન તૂં સૉભતજો મેડ઼ો ભનાય.

મૉભતજી રાંધ મેં હીયેંજા હેતનેં,

હીંયેં જે હેત મિંજ માડૂજો વેશ.

માંજરી હિન કુખમેં તૂં મૉભત ગુરાય.

મનતૂં મૉભતજો મેડ઼ો ભનાય……..

સૉભતજી સંગમેં ધિલજા સબંધનેં,

ધિલમેં લગ઼ેં વિઠીયું સૉભત જ્યું સૂઈયૂં,

સુગંધી સુખડ઼જો તૂં અભલખ સજાય.

મનતૂં મૉભતજો મેડ઼ો ભનાય……..

મૉભતજી વાટતા માડૂ વટાંણુંનેં,

હીંયેંમેં આષાઢી ઉમંગ રચાણું.

ધબકંધે ધિલ કે તૂં ધિલસેં મિલાય.

મનતૂં મૉભતજો મેડ઼ો ભનાય……..

(ગૌતમ જોશી-ઈનીજે પ્રકાશન “નિમોરીયું” મિંજા સાભાર)

ઓરખાણ

પૂરોનાંઅટકસોંત – ડૉ. રમેશચંદ્ર  કાંતિલાલ ભટ્ટ

બાઈજોનાં –        શ્રીમતિ ભગવતીબેન ભટ્ટ

ઉપનામ –           “રશ્મિ”

જન્મતારીખ –       ૧૮/૨/૧૯૬૦

અભ્યાસ –           એમ.એ.પી.એચ.ડી. (આર્ટ્‌સ) પી.ટી.સી.એન.ડી.

હિન્દી                   ‘તીસરી’ ‘પરિચય’

મૂરગામ –          ઘડાણી, વાયા-રવાપર, તા. નખત્રાણુ-કચ્છ.

છૉક –              સાહિત્યમેં લેખન, વાંચન, સંગીતમેં ગાયન, વાદન નેં શ્રવણ, આધ્યાત્મિક સાધના.                    જનસેવા વગેરે..

હૅરજોસિરનામું –     બંગલો-નં-૨ “કેકારવ” મહાવીર નગર. મું-પો. તા. નખત્રાણા-૩૭૦ ૬૧૫. ભુજ-કચ્છ.

નોકરીમાં દાખલ –     ૨૪/૨/૧૯૮૨

                        ૧૯૮૨ થી ૧૯૮૭ મોટા વાલ્કા – પ્રા.શાળા.

                        ૧૯૮૭ થી ૧૯૯૭ મોટા ધાવડા પ્રા. શાળા.

                        ૧૯૯૭ થી…………નખત્રાણા [નવાવાસ] પ્રા. શાળા.

મૉ. (ગુજરાત)      ૯૯૦૪૬૫૦૯૮૭-૯૪૨૭૨૩૫૯૪૧

ઈ-મેલ-                  [e-mail-rameshbhatt2727@gmail.com]

સેક્રેટરી – ઑલ ઈન્ડીયા પી.એચ.ડી ફોરમ.

સંયોજક – કુદરતી ઉપચાર કેન્દ્ર (સૂચિત)

સાહિત્ય સિધ્ધિઓ/શૈક્ષણિક સિધ્ધિઓ..

*       જી.સી.ઈ.આર.ટી [ગાંધીનગર] માન્ય તજજ્ઞ.

*       ભૂતપૂર્વ સી.આર.સી. કો-ઑર્ડીનેટર.

*       ૪૦ થી વધુ શૈક્ષણિક તાલીમો લીધેલી તેમજ આપેલી.

 ક્ર્મ પ્રકાશીતપુસ્તક       સાહિત્યપ્રકાર       પ્રકાશનવરે        પ્રકાશક

૧. સીરાણ                કચ્છી ગજ઼લ        ૧૯૮૮             પિંઢ

૨. લંભજો ટાંઢો           કચ્છી વાર્તાઊં      ૧૯૮૯             પિંઢ

૩. સબધ પિરભ           કચ્છી વાર્તાઊં      ૨૦૦૭             કચ્છી સાહિત્ય અકાદમી(ગાંધીનગર)

પી.ઍચ.ડી. [વિષય] “ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓનું રૂપવિધાન”. [સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ]

(ગુજરાતીમેં)

(ગુજરાતીમેંપ્રકાશિતપુસ્તકસહધર્મચારિણીડૉ. મંજુલાભટ્ટયાચનાભેરોલેખનભેરપેજાઐં.) [સંયુક્ત]

૧. ૐ સાધના દર્શન       સાધના            ૧૯૯૪             પિંઢ

૨. નારાયણ ગંગા         સાધના            ૧૯૯૫             પિંઢ

૩. દે તાલી               બાળગીત          ૨૦૦૪             કુસુમ પ્રકાશન (અમદાવાદ)

૪. વિકલાંગની વિકાસગાથા  શિક્ષણ             ૨૦૦૪             કુસુમ પ્રકાશન (અમદાવાદ)

૫. યોગ શિક્ષણ અને પ્રાર્થના-

   સમેલન.              શિક્ષણ             ૨૦૦૫             કુસુમ પ્રકાશન (અમદાવાદ)

૬. પ્રાર્થમિક સંગીત કલા    શિક્ષણ             ૨૦૦૬             કુસુમ પ્રકાશન (અમદાવાદ)

૭. ઈસ મિટ્ટીસેં તિલક કરો   સ્વાતંત્ર સેનાનીઓના-

                        સ્મરણ લેખો        ૨૦૦૭             કુસુમ પ્રકાશન (અમદાવાદ)

૮. દરિયાનો બાદશાહ      કિશોરકથા

                        (‘જુલેવર્ન’ની-

                        વાર્તાઓ-સંક્ષેપ)    ૨૦૦૮             કુસુમ પ્રકાશન (અમદાવાદ)

૯. અક્ષય પાત્ર            વ્યક્તિત્વ વિકાસ     ૨૦૧૨             અવનિકા પ્રકાશન (અમદાવાદ.)

૧૦. જીવન વિજય         વ્યક્તિત્વ વિકાસ     ૨૦૧૨             અવનિકા પ્રકાશન (અમદાવાદ.)

૧૧. કૌશલ્યપૂર્ણ વાર્તાઓ    બાલ સાહિત્ય       ૨૦૧૨             અવનિકા પ્રકાશન (અમદાવાદ.)

૧૨. વિકલાંગ વીરોની વાતો બાલ સાહિત્ય       ૨૦૧૩             અવનિકા પ્રકાશન (અમદાવાદ.)

પુસ્તકેંકેમિલલઍવૉર્ડ

૧.      ગુજરાત સરકાર માહિતી ખાતું ઍવૉર્ડ ૧૯૮૮

૨.      કચ્છી સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ૧૯૮૯

૩.      કચ્છી સારસ્વત સન્માન ઍવૉર્ડ ૧૯૮૯

૪.      દુલેરાય કારાણી સ્મૃતિ ચંદ્રક ઍવૉર્ડ ૧૯૯૧ [વિવેચન]

૫.      “લાયન્સ કલબ” અંજાર કાવ્ય ઍવૉર્ડ ૧૯૯૨

૬.      બી.એમ.સી.બી.લિ. હાયર ઍજ્યુકેશન ઍવૉર્ડ ૨૦૦૪

૭.      જ્ઞાતિ ગૌરવ ઍવૉર્ડ ૨૦૦૪

૮.      વિષ્ણુ સમાજ જીયાપર સન્માન ઍવૉર્ડ ૨૦૦૪

૯.      રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ ૨૦૦૫

૧૦.    જે.આર. ઉપાધ્યાય સ્મૃતિ શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ ૨૦૦૫

૧૧.    ડૉ. વનુ પાંધી શિક્ષક ઍવૉર્ડ ૨૦૦૫

૧૨.    એ.એમ.એ શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ ૨૦૦૬

૧૩.    સિસ્ટર નિવેદીતા શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ ૨૦૦૬

૧૪.    જાયન્ટસફૅડરેશન “કચ્છ વિભૂતિ” ઍવૉર્ડ ૨૦૦૭

૧૫.    આઈ.બી.સી. કેમ્બ્રિજ [ઈંન્ગલેન્ડ] ઍવૉર્ડ ૨૦૦૭.

૧૬.    “ધિલજ્યું ગ઼ાલીયું” રજત જયંતિ ઍવૉર્ડ ૨૦૦૮

૧૭.    શ્રી મતિ તારામતિ વિશનજી ગાલા [મુંબઈ] ઍવૉર્ડ ૨૦૧૦

ખાસ કામગીરી      ૧. કચ્છી સાહિત્ય અકાદમી કારોબારી સદસ્ય.

                        ૨. બાલ સાહિત્ય સમિતિ

                        ૩. અનુવાદ સમિતિ.

લેખન ક્ષેત્ર

                        ૧. “કચ્છમિત્ર” [ભુજ] માં રવિવારીય પૂર્તિમાં “ધિલજ્યું ગ઼ાલીયું” કટારમાં ૧૯૯૨ થી કચ્છી                         વાર્તઓ,વિવેચન,નિબંધો, પત્રો પ્રગટ…

                        ૨. “કચ્છમિત્ર” [ભુજ] માં વર્ષ ૨૦૦૪ માં “શ્રાવણે શિવારાધનં” કટાર લેખન. તંત્રીને પત્રો                            “મંતવ્ય” માં પ્રગટ.

                        ૩. “કચ્છ ભારતી” માં ચાર વર્ષથી નવરાત્રી કટાર લેખન.

                        ૪. “નીયાંપો” સાપ્તાહિકમાં “અક્ષરાયન” કટાર લેખન.

                        ૫. “જવાબી” સાપ્તાહિક [ભુજ] માં “શબ્દના સંગાથે” કટાર સંપાદન.

                        ૬. “અખર” (ત્રિમાસિક] કચ્છી સાહિત્ય અકાદમી [ગુજરાત સરકારશ્રી-ગાંધીનગર] ના                              સહતંત્રી.

                        ૭. રોટરી કલબ [નખત્રાણા] ના મુખપત્ર “રોનક” ના ચિફ સબ ઍડીટર.

                        ૮. પૂ. જૈન મુનિ શ્રી નરેશ મુનિ “આનંદ” દ્વારા આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થયેલ                             પર્યુષણ પ્રવચન માળા “પિરભજી પિરસાધી” માં ભાષા વિમર્શક.

                        ૯. “વૅસ્ટર્ન ટાઈમ” [અમદાવાદ] માં “હલ્લો જીંદગી” કટાર લેખન અને નવરાત્રિ કટાર.

લબ્ધ પ્રતિષ્ઠિત સામયિકો – વર્તમાન પ્રત્રોમાં કૃતિઓ પ્રસિદ્ધ.

        કચ્છમિત્ર,કચ્છભારતી,નોબત,કચ્છરચના, જય આશાપુરા જ્યોત,પ્રખર, સ્વબળ,જીવન શિક્ષણ, ગુજરાત,         અધ્યન અધાયાપન વગેરે…

યુવા સાંસ્કૃતિક મંત્રાલય ગુજરાત સરકાર પ્રાયોજીત યુવક મહોત્સવો [તાલુકા કક્ષા-જીલ્લા કક્ષા] માં.

વર્ષ                                            વિષય                                  પ્રાપ્ત ક્ર્માંક

૧૯૭૪                                 નિબંધ – રજત ચંદ્રક                   પ્રથમ

                                        વકતૃત્વ – રજત ચંદ્રક                 પ્રથમ

                                        પાદપૂર્તિ – રજત ચંદ્રક                પ્રથમ

[રવાપર હાઈસ્કુલ દ્વારા બેસ્ટ અભિનય – ખાસ ઈનામ]

૧૯૭૫                                 લોકવાદ્ય સંગીત                       પ્રથમ

૧૯૭૫                                 લોકગીત કંઠ્ય                         પ્રથમ

૧૯૭૫                                 શીઘ્ર વકતૃત્વ                          પ્રથમ

૧૯૭૬                                 કાવ્ય લેખન                           પ્રથમ

૧૯૭૬                                 નિબંધ લેખન                          પ્રથમ

૧૯૭૭                                 વકતૃત્વ                                પ્રથમ

૧૯૭૭                                 પાદપૂર્તિ                               પ્રથમ

૧૯૭૮                                 કાવ્ય લેખન                           પ્રથમ

૧૯૭૮                                 નિબંધ લેખન                          પ્રથમ

૧૯૭૯                                 શાસ્ત્રીય વાદ્યસંગીત                   પ્રથમ

૧૯૭૯                                 શાસ્ત્રીય કંઠ્યસંગીત                   પ્રથમ

૧૯૭૯                                 નિબંધ લેખન પાદપૂર્તિ                        પ્રથમ

૧૯૮૦                                 પાદપૂર્તિ                               પ્રથમ

૧૯૮૧                                 પાદપૂર્તિ                               પ્રથમ

૧૯૮૨                                 નિબંધ લેખન                          દ્વિતિય

૧૯૮૩                                 વકતૃત્વ                                દ્વિતીય

૧૯૮૩                                 પાદપૂર્તિ                               દ્વિતીય

૧૯૮૪                                 પાદપૂર્તિ                               પ્રથમ

૧૯૮૫                                પાદપૂર્તિ                               પ્રથમ

૧૯૮૮                                 કાવ્ય લેખન                           પ્રથમ

૧૯૮૯                                 કાવ્ય લેખન                           દ્વિતીય

૧૯૯૦                                 કાવ્ય લેખન                           દ્વિતીય

૧૯૮૪                                 મોટા વાલ્કા પ્રાથમિક શાળા           ચેમ્પીયન

*       આકાશાવાણી [ભુજ] પરથી પ્રસારિત રૂપક “આદર્શ પ્રલોભન” [૧૯૭૮] માં કલાકાર તરીકે.

*       આકાશવાણી [ભુજ] પરથી સાહિત્ય, શિક્ષણ,અરોગ્ય,વિશ્વશાંતિ,સ્વચ્છતા ને લગતા ૧૯૮૨ થી અત્યાર સૂધી         ૮૦ જેટલા કાર્યક્ર્મો પ્રસારિત [કચ્છી-ગુજરાતી-હિન્દી ભાષાઓમાં.]

*       આકાશવાણી [ભુજ] માન્ય કવિ, નાટ્યકાર, વાર્તાકાર.

રીલીઝ થયેલી ઓડીયો કેસેટ્‍સ –

૧.      “પલ્સ પોલીયો પ્રચાર” દેશલપુર [ગુંતલી] પ્રા.આ.કેન્દ્ર [સરકારી]

૨.      “વિચાર વલોણું” જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભુજ દ્વારા કવિવર રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો         સંક્ષેપ.

૩.      M.N.I.C કાર્ડ [ભારત સરકારશ્રી-કલેકટર કચેરી – ભુજ કચ્છ]

૪.      “મૂંજો વતન ધુલારો” જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર [સરકારી]

*       આકાશવાણી ભુજ પ્રાયોજીત કવિ સંમેલનોમાં કાવ્યો રજૂઆત.

*       વિવિધ સંસ્થાઓ પ્રાયોજીત મુશાયરાઓમાં કાવ્યો રજુઆત અને સંચાલન.

*       અસંખ્ય સરકારી, બિનસરકારી, શિબીરો, કાર્યક્ર્મોનું સંચાલન.

*       જી.એમ.ડી.સી. સિલ્વર જ્યુબલી કલ્ચર પ્રોગ્રામ ઈન કચ્છી ફોક લોરઃ ૧૯૮૮ મેં પ્રોગ્રામ કંડકટર.

અનુવાદ પ્રવૃતિ >

૧.      “ગિતાંજલી” ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યો.

૨.      “પ્રેમપથ” બાઈબલનો અનુવાદ [અશંત]

૩.      ચેખોવ,મોપાસાં,ઓહેન્‍રીની વાર્તાઓનો કચ્છીમાં અનુવાદ.

૪.      વિશ્વસાહિત્યની કાવ્યકૃતિઓ – વાર્તા સાહિત્ય.

સેમિનારો

૧.      માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા (ક) કચ્છી સિંધી સાહિત્ય તેમજ ઇતિહાસ એક         અભ્યાસ.

૨.      ઉપવન ભુજ.

૩.      યુવક વિકાસ અમદાવાદ

૪.      કચ્છી સાહિત્ય કલાસંઘ

૫.      ડી.આઈ.ઈ.ટી. ભુજ

૬.      ઑલ ઈન્ડીયા એવોર્ડ ટીચર્સ ફેડરેશન – પેટ્રન મેમ્બર.

સમાજ સેવા

*       પ્રેસીડેન્ટ ઑલ ઈન્ડીયા પી એચ ડી ફોરમ.

*       ચીફ સબ એડીટર “રોનક” રોટરી કલબ મુખપત્ર.

*       કો.ચેરમેન-રોટરી કલબ ઓફ નખત્રાણા [R.I.D.3050]

*       માનદ્‍મંત્રી શ્રી અરવિંદ સોસાયટી – નખત્રાણા (પોંડીચેરી માન્ય]

*       માનદ્‍ ચેરમેન શ્રી રમણ કેન્દ્રમ્‍ – વિકલાંગ સેવા સંસ્થા.

*       ભૂ.પૂ. મહામંત્રી કચ્છી સાહિત્ય કલાસંઘ (રજી.)

*       ભૂ.પૂ. મહામંત્રી નખત્રાણા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ (રજી.)

*       કો. ઓર્ડીનેટર – ઓદિચ્ય બ્રાહ્મીણ પરિવાર – નખત્રાણા.

*       ઉપ પ્રમુખ – કચ્છ કલાનિધિ [ગાંધીનગર]

*       ચીફ કો.ઓર્ડીનેટર “કચ્છ કલા” [કચ્છી સાંસ્કતિક કાર્યક્ર્મો]

*       સત્વ ચિકિત્સક – કુદરતી ઉપચાર કેન્દ્ર [નખત્રાણા-સૂચિત.]

 સિધ્ધિઓની ઝલક

*       જી.સી.ઇ.આર.ટી [ગાંધીનગર] અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવન -ભુજ માન્ય-કચ્છી વ્યાકરણ તજજ્ઞ.

*       તાલીમ તજજ્ઞ

*       સંસ્કાર સેવા સૌરભ [માંડવી] જીલ્લા કક્ષા નિબંધ સ્પર્ધામાં પ્રથમ.

*       કચ્છ વિકાસ ટ્ર્સ્ટ (રાયધણપર] વિકલાંગો વિષયક સ્પર્ધામાં પ્રથમ.

*       કચ્છ કલાનિધિ [ગાંધીધામ] નિબંધ સ્પર્ધામાં પ્રથમ.

*       જનવિજ્ઞાન જાથા [રાજકોટ] નિબંધ સ્પર્ધા.

*       જેતપુર વિદ્યુત બોર્ડ સોશીયલ કલબ.

*       સદ્‍ગુરૂ કબીર સાહેબ સંસ્થા – ભુજ.

*       મુબઈ સમાચાર કોફી મેટ્‍સ-નવલિકા સ્પર્ધામાં ગણનાપાત્ર કૃતિ.

*       વ્યસન મુક્તિ અભિયાન-પૂ.નરેશ મુનિ “આનંદ” પ્રેરિત-કાવ્ય, નિબંધ સ્પર્ધામાં ૧૯૯૪-૧૯૯૫-૧૯૯૬ સૂધી         પ્રથમ ક્રમે.

*       ગાયત્રી વિદ્યા પ્રતિષ્ઠાન [સામત્રા] નિબંધ સ્પર્ધા.

*       વી.આર.ટી.આઇ. [માંડવી] પ્રેરિત શિક્ષક પ્રતિભા સંમેલનમાં સક્રિય ભાગ.

*       જીલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રાયોજીત ૫૦ જેટલી તાલીમો અને ૪૦ જેટલીમાં તજજ્ઞ તરીકે કામગીરી.

*       શ્રી રમણ કેન્દ્ર દ્વારા ૨૦૦૧ માં “લાઈફ” રાજકોટ,અમેરિકા, ઇન્ડીયા ફાઉન્દેશન-વ્હીલચેર ફાઉન્ડેશન દ્વારા         વિકલાંગો ને વ્હીલ ચેર.

*       ધરતીકંપ દરમ્યાન ભૂકંપ ગ્રસ્તોની સહાય.

સંશોધન પેપર

*       “કચ્છી ટૂંકી વાર્તા” -દુલેરાય કારાણી અભ્યાસ સમિતિ આયોજીત (ભુજ-ટાઊન હૉલ)

*       “પિછલે ૫૦ વરેંમેં કચ્છી સાહિત્ય મેં સર્જન” (હિન્દી મહાસભા-પ્રયાગ)

*       “કચ્છી ભાષા અને પ્રાકૃતભાષા” એક તુલનાત્મક અધ્યયન.

*       સૂર્ય ગ્રહણ-એક વૈજ્ઞાનિક તથ્ય” જન વિજ્ઞાન જાથા [રાજકો]

*       કચ્છી ભાષા દ્વારા શિક્ષણ” I.I.M. – અમદાવાદ.

પ્રકીર્ણ લેખોની ઝાંખી

*       “સ્વ. રામસિંહજી રાઠોડ” [ભુજ]

*       “આદ્ય શક્તિ ઘડાણી માતા”.

*       “કચ્છી ભાષા-એક અભ્યાસ”

*       ક્ચ્છી વાર્તા એક અભ્યાસ”

*       જિજ્ઞાસા-જ્ઞાનનો સ્ત્રોત.

*       અધ્યાત્મ-ભ્રમણા અને વાસ્ત્વ.

*       એમ.એલ.એલ શિક્ષણ પધ્ધતિ

*       “કચ્છે યુનિવર્સીટીના સૂચિત શીખવવાના વિષયો-એક અભ્યાસ.

*       “કચ્છજો રાજ્ય બને”-એક અભ્યાસ.

*       કોટિ વૃક્ષ અભિયાન-એક અભ્યાસ.

*       “મારો કચ્છ મારૂં ગામ” એક અભ્યાસ.

*       “કચ્છી સર્જન અને સર્જક” એક અભ્યાસ.

*       યજુર્વેદમેં પ્રકૃતિ વર્ણન-એક અભ્યાસ.

અત્યાર સૂધી કુલ્લ ૨૦૦૦ જેટલા લેખો, નિબંધો, ચર્ચાપત્રો, મંતવ્યો વિવિધ પ્રતિષ્ઠિત સામાયિકો, વર્તમાન પત્રોમાં પ્રગટ થતા રહ્યાં છે.

*       આકાશવાણી ભુજતા કચ્છી વાર્તા, વાર્તાલાપ, કચ્છીલોકગીત, કચ્છી બાલગીત, પ્રસારીત થીયેંતા.

*       દૂરદર્શન [રાજકોટ] તરફાં “અનોખી પ્રતિભા” મુલાકાતનેં અમદાવાદ દૂરદર્શન તરફાં “કેળવણીકાર” તરીકે         કાર્યક્રમમેં મુલાકાત પ્રસારીત.

*       “મૂંજો વતન ધૂલારો” ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફાં રજૂ થૅલ ઑડીયો કૅસેટમેં કંઠ.

*       ડે. કલેકટર કચેરી [નખત્રાણા] મારફત M.N.I.C. કેસેટમેં ગીત-સંગીત. [હી કૅસૅટ ભારત સરકારજે ગૃહ         વિભાગલા ભનઈ આય.

*       “પલ્સ પોલીયો કાર્યક્ર્મ” P.H.C. દેશલપર [ગુંતલી] તરફાં “ભલી કરે આયા” નાલે કચ્છી સંગીત રૂપક મેં         ભાગ.

*       સરકારી વસાહત – નખત્રાણા મેં છેલ્લે ૧૦ વરેંનું સ્વરચિત તીં પ્રાચીન ગુરબા રજૂઆત

        [ખાસ કરેનેં કચ્છી રાસૂડ઼ા ગ઼ાતેજી હુભ્ભ આય-કોય સંસ્થા ઑડીયો વીડીયો કૅસૅટલા સંપર્ક કરે સગ઼ેતી]

સમાજ સેવા

*       મંત્રીશ્રી-શ્રી રમણ કેન્દ્રમ્‍ [વિકલાંગ સેવા સમાજ]

*       કા-સભ્ય-સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ.

*       મેંત્રી-શ્રી અરવિંદ સોસાયટી. [આધ્યાત્મિક સાધના કેન્દ્ર]

*       ભૂ.પૂ. ઊપપ્રમુખ-“કચ્છી સાહિત્ય કલા સંઘ” [રજી.]

*       ભૂ.પૂ. ચેરમેન-ઇન્નરવ્હીલ કલબ. [R.I.D 3050]

*       અધ્યક્ષ (ભૂ.પૂ.) સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ.

*       ઑલ ઈન્ડીયા ઍવૉર્ડ ટીચર્સ ફેડરેશન -પ્રેટ્રન મેમ્બર.

૧. લભજો ટાંઢો (કચ્છી વાર્તા સંગ્રહ) ૧૯૯૧ મેં   સાહિત્ય અકાદમી તરફાં.

      (હિન જ પુસ્તક કે નેં મૂંજે કચ્છી સાહિત્ય સર્જન કે હૅવર સૂધી (૨૦૧૩)

૧. દુલેરાય કારાણી ચંદ્રક. ૨. ડૉ. વનુ પાંધી ઍવૉર્ડ. ૩. શ્રીમતિ તારામતિ વિશનજી ગાલા ઍવૉર્ડ.

૪. ‘ધિલજ્યું ગ઼ાલીયું’  રજત જયંતિ ઍવૉર્ડ.

Untitled-1

વાટમેં…

જાધજા સોંણાં સુરેંતા વાટમેં,

નેં જખમ ધિલજા કુરેંતા વાટમેં.

ચ્યો, હલોંતા જિરા વેસા ખણીં,

તાંય પગ઼ પાછા વરેંતા વાટમેં

વો સિતારેંજે મુકધરમેં કુરો ?

ચાર ડીં ચમકી ખિરેંતા વાટમેં.

જિંધગાની જે ભરોંસે તેં રિઇ,

કેર-જીયેંતા મરેંતા વાટમેં.

કાફલા ડીં-રાત વઈંતા વાટમેં,

શ્વાસજા મુડ઼ધા તરેંતા વાટમેં.

ધૂડ઼ સિરકેતી હવાજી બાં જલે,

પાયંણાં વિઇ કિરગિરેંતા વાટમેં.

કો વિઞી ‘બૅરંગ’ મંજીલતેં પુગ઼ા,

કો ખણીં મંજીલ ફિરેંતા વાટમેં.

મૂલશંકર જોશી “બૅરંગ”

(“ધિલ  જી ગ઼ાઈયૂં’’ રજત જયંતિ અંક મિંજા-વરે-૨૦૦૫-સપ્ટેબર)

વાર્તા – કોરો પુસાટ.

        ધીરબાઈ નોં જી ધવાધૂરી, દોરાધાગ઼ા, પુછાણ ગ઼ાછાણ નેં આખી મંતરાય હટી પિઈ, પાંછો તાં મુંભઈ હો, વૈસાખમેં લુખું લગ઼ેં નેં મકાઈ કાડ઼ો છુઈ ફુટી પૅ,..ઍડ઼ૅ કાડ઼ેમેં સાકરી સસ ધીરબાઈ જી રજા ગ઼િની નેં તકડ઼ી તકડ઼ી અજૉર મ્યા પાંચે વટ પુજેજી લુછમેં કંઢેકે જલીંધી ધ્રૉડ઼ંધી વઈ પે, કર !..કુંવારી નય ધરીયાકે મિલણ વેંધી વે, ભૉ….સાકરી કે પેંણે કે પઞે વરેં પ જૅડ઼ી “કુંવારી” જ હુઇ, કૉ જ ! ઈંન ભેરી પેંણલ સગ઼ી ભેંણજા નાડ઼ોનાડ઼ ત્રૅ પુતર થ્યા, બ આઠમ જી રાતજો ભેરા આયા ઈતરે કાકુ મા’રાજ જે ડસે વિગર કાનૂં નેં કિરસન નાલો રખી ડિનોં. પોયતાં કુધરતી રાશી પ ઈ જ આવઈ, હિકડ઼ે જ ઘરમેં હૂં સગ઼ીયું ભેનરૂ નેં દેરાણી-જેઢાણી થીયેં. સાકરી ઘરેં બુઆર-સૂઆર, માની-કપડ઼ા કમકાજ સંભારે. ડૅઢ એકરજી ‘ટુકરી’ નયજે કંધે તેં હુઈ. તેંમેં બારૉય મેંણાં ભકાલો થીએ, પેંણે પુઠીયા પાંચે કે ‘હવામાન’ નં સીંભાણું ઈતરે કાકુશેઠ વટ ધુકાનતેં પુડ઼ીકા વારીંધો હો, ટાંણેં પ્રસંગ તીં સાતમ આઠમ નેં નૉરાતેં અચીંધો હો…! ભિલાંઠડ઼ીજો છિતો ખેલાડ઼ી ઈતરે મૂંભઈ વિઞે તૅસીં ભિલાંઠડ઼ી રમે. ટેસન જે વડ઼ જ્યું ડાગૂં ઈનકે સિકેં પિઈયું.

        સાકરી ડાઈ બૉરી. પાંચો થકે તૅર અચે, ઈતરે ગ઼ટે માની ખાવ ખાય નં ખાયનેં, નિંઢડ઼ે ભા જા છોરા સટ કઢી કુલા જોરીએં, નેં ભિલાંઠડ઼ી સેં ડિનલ ઠેંક નેં બિલંગેં વારી કાયા કે ગભૂરેંજી સૉડ઼ાણી નેં છિનતોડ઼ મિઠા લગ઼ેં, “હલ..મ.મ..ગ઼િની ડીંયાં’…ચિઇને ભાત્રઈએં કે ધુકાનતેં કોઠે વિઞે, વાટમેં સાકરી ભેરી થીએ ત..!  ડિઈ ડે.., ત્રૉય નચંધા-ગેંધા, રાંધૂં કંધા-કુડંધા “વડીમા’ ઇગ઼ીયા હલ્યા ! સાકરીતાં સુણંધે ચુમીએં સેં પુસાય છડે. ! અખ છિલે પ કેર ડિસે ?. વરી અખમેં હિરખજા રૂંગા પ હોંય ?. ડેર  નેં સગ઼ી ભેણજા વીયા ! પેટજા જ નં ! ઍડ઼ી કિસ્મતજી સલાજી વિચમેં ત ખુતા પંજ વરેં રાજીપે કઠી વિઈ.  પ ! ઈન કે ઉગ઼ંધલ ડીં તેં ભરોંસો હો…!

        ભૉ…તૅની ગોઠમેં ભવાઈયા આયા વા…! “જેસલ તોરલ’ જો ખેલ હો. પાંચે મૉડ઼ો મૉડ઼ો સાકરી ડિયાં ન્યારે ગ઼િડ઼ેં,  કૉ ! અખીયૂં ઊંગીયેં તી સાકરી ?? માંક વૅલી વિઠી ઈતરે ?. તોરલ તાં સતી હુઈ ઈતરે ઈનકે વંશ વધાય લુછ નં હોય. ઈનકે તાં તન તંભૂરો મન મંજીરો વલા વા….!. ખેલ ચાલુ હો. તિત આવઈ વનસમૉર, ઈતરે ક નાચ ગાના થ્યા. નેં “બાર બાર તુજે ક્યા સમજાયેં..પાયલ કી ઝનકાર’..ગ઼ેંધે – નચંધે રૂપારો કર  સુરગજી અપ્સરા રિઇ. ઍડ઼ો બચુ મીર, ગીત વિઅ મ્યા ભંધ કરે નેં જુવાણેં ડીંયાં અઙ વારેં નેં હથતાડ઼ી ડિનેં નેં કર મુછતેં કાગ઼ડ઼ેજી ભિઠ પિઈ હોય તીં. પાંચો નેં ડાખૉક ધોસ્તાર ઑ….નિંઢી પિરૉ થિઇ તૅસીં “હમચૂડ઼ો” સામસાંમેં ગ઼ારાયનેં ભચુ નેં ધોસ્તારેં જો ફાંકો લાય વિધોં. ! ઇતાં વરી બ પલ અખ ભેરી કરેનેં કમકાજ તેં ચડ઼ણલાય ખેલ હૈયા ચાલુ કરેજો કાકુ મા’રાજ ચ્યોં, તડેં પ પાંચો નેં ભચુ અખીયેંસેં કર ચ્યોં વિઠે, “સવારે ગ઼ાલ” ! ખેલ પૂરો થ્યો ! પાંચો અઙણમેં જ સુમી ર્‍યો. સાકરી નેં ગરલ રાત નેં સિંજા ..ત્રૉય હેકલીયું હુઈયું. સિંજાજી વટ તેં મોગરો થ્યો હો. ઈ લાયલા કરેનેં સાકરી બ વેરા મન વારેં, નેં ત્રિયાર ઉથઈ, બારી મ્યા ન્યારેં ત ! પાંચે કર ગ઼ારાંયતે “ભચૂડ઼ે જ્યૂં  બારૉ બાયડ઼ીયૂં..” સાકરી મોગરો લાથેં, વટ નીચીં કેં, અંધારેજો પુતારો ઢર્યો. ગરલ રાત માંક જે રૂંગ઼ેં હુબકા ડિનેં તે, સાકરી ઢૂંનણી તેં આવઈ, સિરે હેઠ રખલ ચૉપડ઼ી તાં વાંચાજે તીં નં હુઈ. નિકા “મદનતરંગ” પુસ્તક ગ઼ચ ટૅમનું વાંચેં તે, નેં રાત નેં અખીયું કારો પુસાટ –ભુજાઓ ઓઢેનેં પાસા ઘસે ઘસે સુમી રે લાય હાંણેં ત ઘસલ પાસેં સેં ચેલ મેં ઘાસૉટીયૂં પોંણ આવઈયું તે, પ…ડાયે ઘરજી ધી !..કિઈ ધી મા-પે કે ઓભાલો ડે ક..??..’

        સિભૂતાં પિંઢ મૉઆડ઼ી થિઇ પ..! પાંચો નં ઉથ્યો !. “ઉજાકો આય” ઈં સમજીનેં ધીરબાઈ પુતરકે નં ઉથીયારેં. પ…સઉં સુતલ પાંચો કર કાઠજી પાટ પિઇ આય તીં ન્યારેનેં ધીરબાઈ ધુબણ લગ઼ી. “પિંઢજો પ ઉજાકો આય”, ઍડ઼ો મનકે સમજાંય. પ ! ઈં નં થ્યો, અડેસેં ઈસ વજાયં, પાંચે પાસો ફેરેં, ધીરબાઈ ઘરમેં આવઈ, ડીયો બત્તી કરેનેં બીં મિટ્ટેં તેં હથારીયું લગ઼ાયનેં દાદે શંકર વટા રોજ વારેજીં, માફી મંઙે….પ…અજ઼ અઙ રફ્યો તે, “સાકરી..સાકરી..” મનજી મારા કોક પિરાછત કરણ લગ઼ી ક ! કુરો ?..!

        ગડો જોતરે લિખુ નિઢે છોકરે કે ધીરબાઈ ચેં ! કર ધુશ્મણ ખેતર પંધતેં પુજી આયો હોય નેં તરારેં બજણું હોય, ઍડ઼ી ટાંઢી અખીયેં મેં ડિસીનેં લિખુ ચેં !; તૂં સુમી રિઈ હુઈયેં ત !. “સજી રાતજો ઉજાકો નેં મથા વૅલી કૉ ઉથીયેં મા’..?

        “સુમી રિઇ સેં તડેં જ વટજી વ્યો ઇન મનમેં ચેં”..

માકમેં ભકાલે કે પાણી ડિઈ ડિઈ ખંગ થિઇ નેં ઈન ખંગ મ્યા. ટી.બી. થિઇ. ધીરબાઈ સૅનેટરીમેં છ મેંણા રિઈ, નેં નિંઢપણમેં ડિનલ બોલ તેં વૈસાખજી સાઈ સાતમ જો લિખુ નેં પાંચો પેંણાજી આયા. ધીરબાઈ કે ઘે નેં તેલ ખાધેજી ના હુઇ,..પ..! પંજ વરે નિકરી વ્યાનેં સાકરી કે વરાંણ ન થિઇ, તેંજો ખટકો ધીરબાઈ અજ઼ તૈં ધબાય રખેં.

        ગડો જુતો..! ધારબાઈ કારે ડુંગર જૅડ઼ી માઠમૂઠ વિઠી હુઈ, ગડો સીમ લંગે નેં પુગ઼ો વીયાંઈં જે ઘરેં, …”નેણબાઈ..આંજો જોડ઼ો નેં મૂંજો મથો. ધીરબાઈ જે સડ્ડમેં ધરધનેં બર બૉય વા. બિનીં વીયાંણેં મનભરે..ગ઼ાલીયૂં ક્યોં. માનીબાની ખાધોં. નેં બે ડીં પાંચે નેં સાકરીજા છૂટાછેડ઼ા પ થિઇ વ્યા.

        ગોઠ પાંચાડ઼ેમેં ચાર અઠ ડીં ગ઼ાલીયું થિઇયું,-‘ભુલાજી વિઇયું.’

        કિસ્મત જે ખેલ સામે માઠ રૅલ સાકરી કે ધીરબાઈ જી વડી ભેંણ જો પુતર ભીમુ જેંજી સગ઼ાઈ તુટી હુઈ, તેંસેં પેંણાયોં. હાંણે સાકરી કે ખટો ખાધેજો મન થીયેતો…! ધીરબાઈ પોય જિજા ડીં નં કઠ્યોં પ ! કોરો પુસાટ ભિજાયનેં આખર ખટી વ્યા.

ડૉ. રમેશ ભટ્ટ “રશ્મિ”

કચ્છીબોલીની લિપિ

[ભાષા-ગુજરાતી]

[મહેન્દ્ર દોશી]

કચ્છીબોલીની લિપિ અંગેનો વિવાદ કોઠે પડી ગયો છે. આ વિવાદ ઠરી ગયેલ કોલસા જેવો છે, સમયાંતરે ફૂંક મારતા પ્રજ્વલિત થાય અને પુનઃ ઠંડો પડી જાય. આ વિવાદ માટેના કારણો શાસ્ત્રીય હોવા કરતાં તેમાં તર્કનું તત્વ વિશેષ જેવા મળે છે. ખરું કહીએ તો. આ વિવાદને ભાષા-વૈજ્ઞાનિક સ્તર પર મૂકીને સર્વ માન્ય સંમતિ સાધી વિવાદનો અંત લાવી શકાય તેમ છે.

હાલમાં કચ્છી બોલી માટે નવો ફણગો ફુટ્યો, ગત વર્ષે કેટલાંક સામાયિકોમાં “કચ્છી બોલીની પ્રથમ નવી લિપિની શોધ” શીર્ષક હેઠળ સમાચાર કવર કરવામાં આવેલા. જે જુના ઐતિહાસિક અવલોકનો નોંધતા ખોટી જાહેરાત હોવાનું જણાય છે. આ માટે ભૂતકાળના કેટલાંક પાના ઉથલાવવા જરૂરી છે.

૧.      ઠક્કર નારાયણજી જોબન પુત્રાએ ઇ.સ. ૧૯૨૦માં ‘ૐ’ માંથી એક લિપિ બનાવી હતી. તેમણે આ લિપિમાં “કચ્છીભાષાની પેલી ચોપડી” નામથી પ્રકાશિત કરી હતી.

૨.      લાલજી નાનજી વકીલે પણ પ્રયત્ન કરેલ. “કચ્છી નવલિપિ” આપી.

૩.      વ્રજલાલ ભગવાનલાલ છાપાએ “સ્વદેશ” સામાયિક ૧૮૮૯ ના અંકમાં પ્રયત્ન કર્યો. જેમાં પ્રથમવાર કચ્છી શબ્દો ઉચ્ચારોના વર્ણો મૂકેલ છે.

૪.      રામસિંહજી રાઠોડે “ખોજકી લિપિ”  શોધવાની નોંધ મળે છે. (સંદર્ભ-‘કચ્છ રચના-દિપોત્સવી અંક-ઓકટોબર ૧૯૭૬ “કચ્છ લિપિ ઇતિહાસ”. રાનસિંહજી રાઠોડ-પાના-૧૮.

        આ લિપિનો ઉપયોગ ખોજા લોકો લખવામાં અને શાળામાં કરતા હતા. ૧૭૩૭ ની ઉપલબ્ધ પ્રત અને ૧૯૩૨ ની ઉપલબ્ધ પ્રતમાંથી શ્રી રાઠોડે ખોજકી લિપિના વર્ણો તારવેલ છે.

૫. રાઠોડે આઠમી સદીના ભંભોરના ખોદકામમાંથી મળેલ માટીનાં માપિયાં પર જે લિપિ અંકિત થયેલ છે  તે નાગરી શૈલીની છે, આ લિપિને પ્રથમ કચ્છીલિપિ તરીકે ઓળખાવાય છે.

આ પરથી સાબિત થાય છે કે પહેલાં કચ્છીલિપિ હતી. આ સિવાય પણ “મામઈ” દેવની વાણીની પોથીની લિપિ “વણીક અખર” –એ લુહાણા-ભાટિયાની હટાઈ ભાષા – નારાયણ સરોવરના ગોરના ચોપડાની સહીઓમાં જૂની લિપિ જોવા મળે છે. [સંદર્ભ-કચ્છ રચના]

કચ્છીભાષાના સંદર્ભમાં કચ્છનો ભૂસ્તરનો ઈતિહાસ ૧૫ કરોદ વર્ષ જૂનો છે. એ સમયની ૨”x૪”ની ગોળ છીપ મળી આવી છે, જે આધારે કેટલીક હકીકત મેળવી શકાય છે. [સંદર્ભ-કચ્છ મ્યુઝિયમની શતાબ્દિ ઉજવણીનો અંક]

૧.      લોથલ સંસ્કૃતિના અવશેષો અને સિંધુ સંસ્કૃતિની અર્ધ ચિત્રાત્મક અક્ષરાત્મક લિપિ મળી આવેલ છે. જેને ઉકેવા માટે ડૉ. રાવે [કર્ણાટક] રશિયન વૈજ્ઞાનિકની મદદથી લિપિને ઉકેલવાના પ્રયત્ન કરેલ પરંતુ અંશતઃ સફળ થયેલ. [સંદર્ભ-ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, પૂના,૧૬.૯.૮૦]

૨.      કચ્છમાં પહેલી સદીથી ૧૭મી સદી સુધીના ઉત્કીર્ણ લેખો ઉપલબ્ધ છે. તેમાં આઠ ક્ષત્રપકાલીન લેખો પણ છે.  જેમાં બ્રાહ્મી લિપિવાળી ગુફા નાડાપા [કચ્છ] ની પૂર્વે ભૂરી ગડામાંથી મળી આવેલ છે. [ગુજરાતના ઐતિહાસિક લેખો-ગ્રંથ ૧માં ઉપલબ્ધ છે-આ ઉપરાંત કચ્છ મ્યુઝિયમમાંથી માહિતી ઉપલબ્ધછે.]

૩.      ઈ.સ. આઠમી સદીની ભંભોરની લિપિ પણ અભ્યનસનીય છે. [સંદર્ભ-કચ્છ રચના-ઓક્ટોબર-૧૯૭૬]

૪.      ઈ.સ. ૧૧૪૭ થી ૧૯૪૭ સુધી પુરાં આઠસો વર્ષ કચ્છ પર જાડેજાઓનું રાજ હતું. આ સમય દરમ્યાન “જાડેજા ભાષા” વિકસી હતી.

૫.      ઈ.સ. ૧૦૬૫ થી ૧૨૦૩ ગુજરાતની સોલંકી સત્તાનું રાજ હતું. આ સમય દરમ્યાન ગૌર્જર અપભ્રંશના અનેક ધાતુઓને શબ્દોનું કચ્છીકરણ થયું, કચ્છી સિંધિથી દૂર થઈ ગુજરાતીને નજીક થવા માંડી. વધુમાં ગુજરાતના વાઘેલા અને રાજસ્થાન સિંધના સોઢા વચ્ચેના સંબંધો વિકાસ પામ્યા. આથી કચ્છી જાડેજાની પિતૃભાષા અને માતૃભાષા ગુજરાતી બની. [સંદર્ભ-કચ્છ-દર્શન-શ્રીશંભુદાન ગઢવી]

        કચ્છમાં કેળવણી ગુજરાતી ભાષામાં શરૂ થઈ સરકારી ગેઝેટિયરની નોંધ જોઈએ તો-In 1854 there was only one vernacular school in Bhuj.

૬.      કચ્છીને પોતાની લિપિ નહીં હોવાને કારણે કચ્છીઓ વ્યવહારમાં ગુજરાતી લિપિ વાપરે છે. પણ કચ્છના ધ્વનિબંધારણને ધ્યાનમાં લેતાં એમાં થોડા ફેરફાર જરૂરી લાગે છે.

        કોઈ પણ ભાષાની લિપિ યોજના તેના ધ્વની ઘટકોના અનુસંધાને થાય, અર્થાત કચ્છની લિપિ યોજવી હોયતો આપણે તેના ધ્વની ઘટકો નિયત કરવા પડે. કચ્છીના લખાણની રૂઢરીતિને ધ્યાનમાં રાખીને ગુજરાતીની લિપિ અપનાવી છે. દેવનાગરી લિપિ પણ પ્રયોજી શકાઈ હોત તેને જે થોડાક ફેરફારો સાથે અપનાવીએ તો એક પ્રકારની સુગમતા રહે.

        આમ કચ્છી બોલીને વિકાસ અને કચ્છી લિપિ માટે સઘન પ્રયત્ન કરવામાં આવેલ જ છે. કચ્છી ભાષાના લેખનમાં એક વાક્યતા જળવાય તે દ્દષ્ટિએ કચ્છીભાષાની જોડણી અંગે અંગે કચ્છીબોલીના ઉચ્ચારણો મુજબ જોડણી થઈ શકે તે માટે ૧૮ સૂચનો ડૉ.શાંતિભાઈ આચાર્યે સૂચવેલ છે. [સંદર્ભ-વિદ્યાપીઠ-જુલાઈ-ઓગસ્ટ-૧૯૮૬-કચ્છીભાષાની જોડણી] આ વાત થઈ કચ્છી બોલીની અને પ્રથમ લિપિ બાબત ગેરમાર્ગે દોરનારની.

        હવે જોઇએ ૧૨મી સદીની લિપિની મર્યાદા અને વિશ્વમાં તેનું સ્થાન.

“કચ્છી અદ્યાપિ સજીવ છે કારણ કે પ્રતાપરાય ત્રિવેદી, દુલેરાય કારાણી, કવિ “તેજ”, નારાયણ જોશી “કારાયલ”, ડૉ.વિસન નાગડા, જયંતિ જોશી ‘શબાબ”, ઈત્યાદિ સાહિત્યકારોને હાથે ‘કચ્છી’ આજે શિષ્ટભાષાનું સ્થાન માણી રહી છે, કાલે એ ‘પ્રશિષ્ટ’ ભાષા પણ બનશે. આથી વર્તમાન કચ્છીભાષાનાં જીવંત સ્વભાવિક ઉચ્ચારણો પ્રમાણે લેખનમાં પણ એક વાક્યતા સાચવવાની દિશામાં સરળતા થશે” આ વાક્યો છે માનનીય કે.કા. શાસ્ત્રીનાં. [સંદર્ભ-પગદંડી]

        ઉપરોક્ત ભાષા શાસ્ત્રી અને ભાષાવિદ્‍ના અવતરણો જ કચ્છી લિપિ અને કચ્છી બોલી માટે ગુજરાતી લિપિનું અનુબંધન સ્પષ્ટ કરે છે કે ગુજરાતી લિપિમાં કચ્છી વિશિષ્ટ અને પ્રણાલિગત ઉચ્ચારણોને રૂઢ કરવા માટે અવકાશ છે.ને

        હવે આ લિપિને સમજવા માટે લેખન પધ્ધતિને ટૂંકમાં જોઇએ તો એમ કહી શકાય કે “script is a human invention”

ભાષા એ ઇતિહાસ અને સમાજની ઉપજ છે. લિપિની શોધ મનુષ્યે કરેલી છે. વિષયને બદલવાની સૂઝ મનુષ્યમાં છે. મનુષ્ય ભૂતકાળની ઘણી પધ્ધતીઓ કદાચ ભૂંસી નાખી હોય પણ લિપિમાં ક્રાંતિ/સુધારા-વધારા ઘણી ધીમી ગતિએ થાય છે. આથી પ્રણાલીગત પધ્ધતી મુજબની લિપિ માટે કોઇ છેવટનું મંતવ્ય બાંધી લેવું હિતાવહ નથી. લિપિ મનુષ્ય નિર્મિત હોવાથી સ્વભાવિક છે કે મનુષ્યના દરેક સામાજીક જૂથોને આધિન પરીવર્તનશીલ હોય. જો કે આ પરિવર્તનમાં ભૂતકાળના અવશેષોનો માત્ર અંશ હોય છે, પણ આ પરિવર્તન ઘણું ધીમું હોવાથી તેને સિદ્ધ કરવું મુશ્કેલ હોય છે.

૧.      દુનિયાની સાતહજાર કરતાં વધુ બોલાતી ભાષાઓ આજે જીવંત છે. આ બોલાતી દરેક ભાષા/બોલી પૈકી સો કરતાં વધુ ભાષા/બોલીઓને આજે પણ પોતાની લિપિ નથી છતાંય એવો કોઇ સમાજ કે જુથ નથી કે તેની પોતાની બોલચાલની ભાષા કે બોલી ન હોય. કારણ કે ભાષા અને લેખન વ્યવસ્થા એ મનુષ્ય નિર્મિત છે. બોલાતી ભાશષાઓનું પ્રતિનિધિત્વ લેખિત ભાષામાં થાય છે. મનુષ્યે પોતાના વિચાર અને કાર્યની અભિવ્યક્તિ લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે લિપિના માધ્યમની રચના કરી. આ લેખન વ્યવસ્થા મગજ અને વિચારની પ્રક્રિયાને શબ્દમાં મૂકવા માટેની છે, જે પરિવર્તનશીલ છે. [Graman-Coulman]

૨.      શુધ્ધ લેખન [0rthography] માટેના ઘણા પ્રકારો પરંતુ Harris A. Cotheat મંતવ્ય મુજબ મુખ્યત્વે નીચેના ગણાવી શકાય, [૧] Written system-લેખન વ્યવસ્થા-વર્ણધ્વનિલેખન. [૨] Script-લિપિના આકાર/ઘાટ-આકૃતિ ઘાત પ્રકાર.

[૩] Orthography-પરિવર્તનશીલ [વર્ણવિન્યાસ]- શુદ્ધ વર્ણવિન્યાસ, જોડણી વર્ણવિન્યાસ શુદ્ધ લેખન, પ્રણાલિગત પરંપરાગત.

        આ પ્રકારો વચ્ચેનો તફાવત શોધવા માટે પોતાની જાતને તેમાં મૂકીને તેનો કેવી રીતે ઉપયોગ થાય તે જાણવું જોઇએ અને પછી તે બાબતમાં આવેલ વિચારને પાના પર શબ્દના સ્વરૂપે મૂકીને તેની પ્રક્રિયા કરવી જોઇએ.

        આ પ્રક્રિયા ત્રણ પ્રકારની લેખન પદ્ધતિના ઉપયોગથી દુનિયાની ભાષાઓમાં થાય છે, જો કે એક પણ ભાષાની લિપિ માટે આ પ્રકારો સંપૂર્ણ નથીન છતાં તેની માટેના આદર્શ લિપિના પ્રકારો નીચે મુજબના ગણાવી શકાય.

૧.      Logographic System [દરેક શબ્દના અલગ પ્રતિક] મુદ્રણકલા/શબ્દચિહ્નલેખન/ચિત્રોવાળી વ્યવસ્થા.

૨.      Alphabetic System [અક્ષરોવાળી વ્યવસ્થા] ભાષામાં દરેક ધ્વનિઘટકતા અલગ ચિહ્ન/પ્રતિક.

૩.      Syllabaries System [અક્ષર, ધ્વનિમુક્ત, અક્ષરોચ્ચારિત, અઘરમાળા વ્યવસ્થા] ભાષામાં દરેક અક્ષરના આગ ચિહ્ન.

        મૂળ પ્રશ્ન ઉદ્‍ભવે છે કે શબ્દ લેખન પદ્ધતિ [Logographic System] કરતાં વર્ણક્રમિક વ્યવસ્થા

[Alphabetic System] ની માનસિક પ્રક્રિયામાં ધ્વનિવ્યવસ્થા એ મહત્વનો ભાગ છે, જ્યારે લેખિત શબ્દોના

રેખાચિત્ર [Logographic] કરવા માટે તે સાદ્દશ્ય વ્યવસ્થામાં સંગઠિત કરાવા માટેની આગ વ્યવસ્થા છે.

Logographic System [દરેક શબ્દના અલગ પ્રતિક]

        આ લેખન વ્યવસ્થા ચાઇનિઝ, જાપાનિઝ, કોરિયા ઇત્યાદિ દેશોમાં પ્રચલિત છે, આ લિપિના અક્ષરને

અલગ અક્ષરો દ્વારા દર્શાવી શકાતાં નથી, કે અલગ અને ભિન્ન ધ્વનિ તરીકે પણ ઉપયોગ કરી શકાતો નથી.

આ અક્ષરો શબ્દ કે શબ્દના એક ભાગરૂપે પ્રતિનિધિત્વ કરે છે, આમાં ક્યારેક દેખિતું સામ્ય હોય તો તેના શબ્દ

કે શબ્દના ભાગમાં વસ્તુ-પ્રદાર્થને અઝર ઉચ્ચારણ દ્વારા તેને સંકલિત કરી તેનું અનુકરણ પણ કરી શકાતું

નથી. આમ વર્ણાનાનુક્રમિક લેખનના વિષિષ્ટ ગુણધર્મો અને લક્ષણ વગેરેનું વર્ણન આખા – શબ્દમાં

અભિવ્યક્ત કરવામાં આવે છે. ચાઇનીઝ ભાષાની મુખ્યવાત એ છે કે ચાઇનીઝ વર્ણલેખનમાં તેનાં [ગુણધર્મ]

લક્ષણ અને અર્થ વચ્ચે સાંકળતા જ નથી પરંતુ તે ભાષાના કેટલાક વિશિષ્ટ અંગોમાં શબ્દોને કોઇક રીતે

સમસ્વરવર્ગ [Homo phone] સાથે કરીને લેખનની વ્યવસ્થામાં શબ્દના ઉચ્ચારણને પ્રસ્તુત કરવામાં આવે છે.

ટૂંકમાં ચાઇનીઝ શીખવા માટે ૨૦૦૦ અક્ષરો શીખવા પડે અને જાપાનીઝ શીખવા માટે ૧૯૫૦ અક્ષરો શીખવા

પડે.

Alphabetic System [વર્ણાનુક્રમિક, વર્ણમાલા સંબંધિ વ્યવસ્થા]

        આ પદ્ધતિથી શીખવા અને તેને સંગ્રહિત કરવા માટે એક પછી એક ચરિત્રણ પરથી કરી શકાય છે. ધ્વનિશાસ્ત્રની જાણકારીના આધારે શબ્દોનું ઉચ્ચારણ કેવી રીતે કરી શકાય તેની જાણકારીથી જોડણીની કલ્પના કરી શબ્દોમાં મૂકી શકાય છે. આમ તો Alphabetic System શીખવવા માટે સરળ છે કારણ કે તે ભાષા લખવાનું શીખે છે તે ભાષા પહેલાં બોલતી હોય છે.

Syllabaries System [અક્ષર, ધ્વનિમુક્ત, અક્ષરોચ્ચારિત, અક્ષરમાળા વ્તવસ્થા.]

આ     પદ્ધતિમાં ભાષા શીખવવામાં સૌથી ઓછી ભૂલ થાય છે. Syllabaries System શીખવા કરતાં બોલાતા શબ્દોને આબેહૂબ અવાજને ઓળખીને તેના પરથી શબ્દ બનાવે છે. આલ્ફાબેટમાં અક્ષરનું માળખું એ જ રહે છે. આ પરથી વર્ણમાં ઉપયોગ Grapheme Phoneme Correspondence [GPC Rules] દ્વારા થઈ શકે છે. તેવું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત આ વ્યવસ્થાથી International Script માં પણ રૂપાંતર કરીને સમગ્ર વિશ્વમાં કોઇ પણ ભાષાને તેના મૂળગુણધર્મોએ વળગીને અભિવ્યક્ત કરી શકાય છે.

        આ લિપિના પ્રકારોના ગુણ-દોષ જોયા બાદ વિશ્વના સ્તરે જે લિપિના પ્રકારો સ્વીકારાયા છે તેને જ માન્ય ગણીને લિપિનો આગ્રહ સેવવો ઉચિત ગણાય. મૂળ ભાષા તે બોલાતી ભાષા જ ગણાય અને આથી તેને સંગ્રહિત માટે લિપિનું આયોજન ઉચ્ચારણ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે. [International Phonetic Script]

વિશ્વમાં જીવંત ૭૦૦૦ કરતાં વધુ ભાષાઓની લિપિ Alphabetic-Syllabaries પદ્ધતિ અપનાવેલ છે અને જે સરળ અને સહજ હોવાનું સાબિત થયેઅ છે. ચાઇનિઝ સરકારે તો આગામી વર્ષોમાં સરકારને ખર્ચે અંગ્રેજી ભણવાનું ફરજિયાત કરેલ છે. ભારતિય ભાષાઓમાં પણ આજ લેખન પદ્ધતિ અપનાવેલ છે. ભાષા-વિજ્ઞાનના સંશોધનો ઉચ્ચારણ અને ઉચ્ચાર પ્રક્રિયાની અવગણના કરી શકતા નથી. કચ્છી લિપિને જો કાયમી સ્વરૂપ આપવું હોય તો ભાષા વિજ્ઞાનીઓની મદદથી જ આ કાર્ય કાયમી ધોરણે થઇ શકશે. હા! એમને સમજવા માટે કદાચ તમારે એમની “ભાષા” શીખવી જરૂરી છે.

        [સાભાર-કચ્છ અર્પણ-ડીસેમ્બર ૨૦૧૦]

કચ્છી ભાષા નૅટજે નજ઼ારે

॥ इदं अन्धंतमा कृत्सन जायते भूवनत्रम् । यदि शब्दाहृयं ज्योतिर् आसंसारं न दीप्यते ॥

ક્ચ્છીભાષા નૅટજે નજારે [KBNN] અંતર્ગત આધુનિક જમાનેકે ખ્યાલમેં રખંધે કચ્છીભાષાનેં કચ્છીભાષામેં સર્જન કરીંધલ કવિ-લેખકેંજો સર્જન ધુનીયાંજે છે તૈં પુજાયલા અસીં કચ્છીભાષાજે સર્જકેંજે સર્જનલા વ્યક્તિગત “બ્લૉગ” ભનાય ડીંધાસીં. જુકો કો પણ ઈનકે નૅટતેં નૅરે સગ઼ંધા, તીં તેં મેથે “કૉમેન્ટ” (ચર્ચા) પ  કરે સગ઼ંધા, નેં સર્જક પણ નૅટજે માધ્યમસેં તેંકે જભાભ વારે સગ઼ંધા તીં ઉનજો “બ્લૉગ” પ નૅરે સગ઼ંધા.

          હી પરસ્પર કવિતા-લેખ જ્યૂં ગ઼ાલીયૂં ભાષાજે પેટારકે પુખતો નેં મુગ઼તો ભનાઈંન્યૂં, તીં કચ્છીભાષાજે સર્જકેં જે વિકાસજે વેંણમેં ગતિ અચીંધી ત અસાંજો હેતુ પાર પ્યો લેખાંધો.

          બ્લૉગકીં ન્યારણૂં ? નં બુજંધલ ભાવર ભેંણેંકે અસીં ડિસ વતાઈંધાસીં તીં તિતરો ટૅમ ક તેંનૂં વધૂ ટૅમ અસીં ઇનજો સંચાલન કરીંધા રોંધાસીં, મેડ઼ે મેડ઼ે (સગ઼વડ઼ે) પંજ ડૉ સર્જકેં કે ભેરા કરે ઉનીં મિણીકે બ્લૉગ વતાઈંધાસીં, નેં તેં મથે મિણીં ભેરી ચર્ચા પ કંધાસીં. સર્જક કે નીચેં ડિનલ બ ઠેકાંણેં મિંજા કો પ હિકડ઼ે સિરનામેં તેં પિંઢજો સર્જન હલાય ડીંણૂં પોંધો. હી માત્ર કચ્છીભાષાજી સેવાજો માધ્યમ હૂંધે કો પ જાતજો ચાર્જ સ્વીકારેમેં ક ગ઼િનેમેં નઈં અચે.

.       હિક કાર્યક્ર્મજા સભ્ય માત્ર કચ્છીભાષામેં સર્જન કરીંધલ થિઇ સગ઼ંધા.

.       સર્જક જ્યૂં ત્રૅ કવિતાઊં – [જેંમેં હિકડ઼ી છાંદસ ઉપરીયાંત ગીત અછાંદસ મેં ભનલ કો રઅનાઊં હૂંણીંયૂં ખપેં]

.       હિકડ઼ી વાર્તા નિબંધઆંજો સર્જન હથેં લિખલ ત્રૅ પનાં ટાઇપ કરૅલા ફૉર સાઇઝ જે પનેંનૂં જિજો નં હૂંણૂં ખપે, પ્રકાશિત તીં અપ્રકાશિત સાહિત્ય કે સ્થાન મિલંધો]

.       સર્જક કે હિકડ઼ો – [પિંઢજો) પુસ્તક હલાયણૂં, જુકો પાછો નૈં મિલી સગ઼ે. [અસીં ચોં તૅર.]

.       સંપૂર્ણબાયોડૅટા [ઓરખપત્રક]

.       સર્જકજો ફોટો [પાસપોર્ટ સાઇઝ]

બાયોડૅટા        .       પૂરો નાં અટક સોંત.

.       બાઇજો નાં.

.       ઉપનામ. [વે ત]

.       જન્મ તારીખ.

.       અભ્યાસ.

.       મૂર ગામ.

.       છૉક [હૉબી]

.       હૅરજો સિરનામૂં [પીન કોડ સોંત]

.       લેન્ડ લાઇન/મૉબાઇલ નિમર.

૧૦.      મૅઇલ [વે ત] નિકાં [નીચેં] ઇ મૅઇલજે ખાનેંતેં આંકે કિન નાલેજો [ઇ-મેઇલ-આઇ-ડી] ભનાયણૂં આય તેંજો સૂચન [બ નૂં ત્રૅ નાલા સૂચન કેંણાં]

          ૧…………………………………૨………………………………૩……………………………….

૧૧.      પ્રકાશિત પુસ્તક [સાહિત્ય પ્રકાર તીં પ્રકાશન વરેં સોંત]

          ૧………………………………………………૨……………………………………………………

          ૩………………………………………………૪……………………………………………………

          [ક તેંનૂં વધૂ વેં ત બે કાગ઼રમેં લિખી હલાયણૂં]

૧૨.      પુસ્તકકે મિલલ ઍવૉર્ડ તીં વરેં………………………………………………………………..

જિજી જાણકારીલા  – રવિ પેથાણી “તિમિર” ૯૭૨૮૬ ૧૦૨૮૭

લાલજી મેવાડા “સ્વપ્ન” ૮૧૪૧૭ ૭૭૫૯૦ (૦) ૯૭૪૩૦ ૩૫૧૩૩

કાગ઼ર વૅવાર  –   LALJI MEVADA  – [હી સિરનામૂં અંગ્રેજીમેં કેંણૂં]

(#16/8-1-Gouri Nanjesvara Nilaya : “G” Cross : Avalhalli Main Road : Byataranapura : New Extension : Mysore Road-BANGALORE-560 026)

eid. [ઇ-મૅઇલ આઇ ડી – એકાઉન્ટ ઑપન કરેલાજરૂરી, જેંમેં વર્ડપ્રેસજા કિતરાક મૅસેજ અચેં]

બ્લૉગ – (દા..)www.http://laljimevadaswapna.wordpress.com

બ્લૉગ– www.http://……………………..[જિકીં રખણૂં સે]……………………….wordpress.com

યૂઝર્સ નેઇમ આંજો નાં.

પાસવર્ડ – (જિકીં વેં સે)

બ્લૉગમેં વિભાગ

હૉમ પૅજઐં જિકીં પ અપલોડ ક્યોં અયોં સે મિડ઼ૅ ન્યારે સગ઼ો.

.       ઊર્મીંએંજો ઓફાણ– કવિતા વિભાગ [માત્ર સર્જક જ્યૂં કવિતાઊં]

.       કચ્છ જે સંતેં નેં કવિએંજો કોઠાર [પૂર્વજ કવિ નેં ઇનીજી ઓરખાણ-સર્જનનેં કચ્છીભાષાજા લેખ (ગુજરાતીમેં પણ)

.       ચૉપડ઼ીયેં જો ચૉક– સર્જક જ્યૂં તીં બિયૂં ચૉપડ઼ીયૂં ન્યારે સગ઼ો.

.       ભાવરેંજો ભેરપો– અલગ અલગ કવિએં જ્યૂં કવિતાઊં>-વાર્તાઊ, [જેંજે નાં બ્લૉગ હૂંધો તેંકે] ખાસો લગ઼ે સે.

.       શબ્દજો સંજીરો– માત્ર પિંઢજો જ સર્જન [વાર્તા-કવિતા-લેખ]

નિમૂનેં ધાખલ ન્યાર્યૉwww.http://laljimevadaswapna.wordpress.com

www.http://jayeshbhanshalijayukbnn.wordpress.com

www.http://narayanjoshikarayalkbnn.wordpress.com

www.http://visramgadhhvikbnn.wordpress.com

www.http://kanjimaheswarirakhiokbnn.wordpress.com

જેંમેં – હાલ ન્યાર્યૉ –

૧.       ઊર્મીએંજો ઓફાણ – [કવિતા વિભાગ] સર્જક જ્યૂં કવિતાઉં માત્ર.

૨.       કચ્છજે સંતે નેં કવિએં જો કોઠાર – કચ્છીભાષા બાબત [ગુજરાતી] લેખ. *કચ્છીમાત્ર બોલી નથી. સંપૂર્ણભાષા છે. બારસો બારસો વર્ષથી અસ્તિત્ત્વમાંછે. / કચ્છીભાષાની લિપિ – મૂળાક્ષરો. / ઈ. ૧૭૩૭ ની એક હસ્તપ્રત પ્રમાણે. / કચ્છી લિપિ ઇતિહાસમાં-“ભંભોર’’ ખોદકામમાંથી હસ્તગત થયેલા આઠમી સદીના માટીના માપીયાના પુરાવાશેષો જેના પર પ્રાચીન કચ્છી લિપિ સને ૧૮૯૬માં મુંબઈ દત્ત પ્રેસમાં છપાયેલી “સઠ ગીનાન” ચોપડીનો [છપાઈંધલ “મુરાધ અલી”] મુખપુષ્ટ/શ્રી નારાયણજી તુલસીદાસ જોબનપુત્રાએ ૧૯૯૨માં ૐ માંથી બનાવેલા કચ્છીભાષાના મૂળાક્ષરો/[શ્રીરામસિંહજી રાઠોડ] *કચ્છીભાષાના મિતાક્ષરીપણાની લાઘવતા અને અનેકાર્થી ક્ષમતા સુખદ આશ્વાસન પ્રેરે છે. [માવજીભાઈ સાવલા] *કચ્છી ગદ્ય સાહિત્ય સમસ્યા અને નિવારણ [પ્રતાપરાય ત્રિવેદી] *કચ્છીઓ માટે કચ્છી એટલે સગી માતાનું ધાવણ [લાલજી નાનજી વકીલ]

૩.       ચૉપડ઼ીએંજો ચૉક – ૧. “સબધજી સુરમ’’ (લાલ્‍જી મેવાડા] ૨. “પંડિત શ્યામજી કૃષ્ણ્વર્મા” [ભાવાનુવાદ-જયેશ ભાનુશાલી ‘જયુ” ૩. “ગુજરાત ગજલ ગુલજાર” જો  હિન ફેરેજો કચ્છી અંક “ગુલદસ્તો” [સંપાદક-ધીરેદ્ર મહેતા] ૪. “રાંધ” [કવિતા] ગુલાબ દેઢિયા.

૪.       ભાવરેંજો ભેરપો – કચ્છીભાષામેં સર્જન કરીંધલ હરેક કવિજી કવિતા કે સ્થાન.

૫.       શબ્દજો સંજીરો – વાર્તાઊં-લેખ

ખાસ – હી માહિતી મિણીંકે હલાયમેં અચેતી, છતાં હિકડ઼ેં-બેં કે જાણ કેંણી ફરજ સમજણી.

                             આભાર……….લાલ્‍જી મેવાડા